ગુજરાત રાજ્ય બીજ નિગમની સ્થાપના એપ્રિલ ૧૯૭૫ માં થઇ હતી. સામાન્ય રીતે ગુરાબીની એના બ્રાન્ડ નામથી જાણીતું છે. ખેડૂતોના વિશ્વાસ અને બ્રાન્ડ નિષ્ઠા, ગુણવત્તા, ખાતરી, સન્નિષ્ઠ સેવા તથા યશસ્વી સિધ્ધિઓ સાથે ખેડૂતોના ઉત્કષૅ માટે ત્રણ દાયકા કરતાં વધુ સમયથી સેવા આપે છે.
ગુરાબીની ૩૦ કરતાં વધુ પાકોનાં બીજ તથા ૧૦૦ જાતો તથા લગભગ તમામ પ્રકારની સંકર જાતો એટલે કે ધાન્ય, કઠોળ, તેલીબિયાં, ફાઇબર પાકો, ઘાસચારો, લીલા પડવાસના પાકોના ઉત્પાદન, પ્રક્રિયા અને બજાર વ્યવસ્થામાં પ્રાથમિક રીતે રોકાયેલ છે.
ગુરાબીની પાસે પોતની મુખ્ય કચેરી ગાંધીનગર ખાતે છે અને ગુજરાતભરમાં ૧૩ શાખાઓ અને એક વેચાણ ડિપો છે. ગુરાબીની ના અધ્યક્ષ ગુજરાત સરકારના અગ્ર સચિવ (કૃષિ) છે અને વહીવટી નિયામક પણ ગુજરાત સરકારમાંથી સિનિયર ટેકનિકલ અધિકારી છે.
નિગમની અધિકૃત શેર મૂડી રૂ. ૪ કરોડ છે, જે દરેક રૂ. ૧૦૦ નો એવા સરખા શેરોમાં વિભાજીત છે. તે સામે ભરપાઇ થયેલ શેર મૂડી રૂ. ૩.૭૩ કરોડ છે. શેરો, શેર હોલ્ડરોના નીચેના પ્રકારના શેર હોલ્ડરો ધારણ કર્યા છે.
ગુજરાત સરકાર :૯૫.૦૦% શેર
ભારત સરકાર :૫% શેર
નિયામક મંડળી હાલની સંખ્યા ૮ ની છે. કંપનીના ધારાધોરણની કલમ-૬૨ માં સમાવિષ્ટ જોગવાઇ હેઠળ નિયામકો નીમવામાં આવે છે.