કોરોના વાઈરસના કારણે અસરગ્રસ્તોને મદદ હેતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી રાહતનિધિમાં ફાળો આપવા અપીલ કરી છે. જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા મુખ્ય મંત્રી રાહત નિધિ માં રૂપિયા ૧ કરોડ નું દાન આપવાનું નક્કી કરેલ હતું જે અન્વયે આજ રોજ નિગમના મેનેજીંગ ડિરેક્ટર શ્રી એન. કે. કાથડ દ્વારા રૂપિયા ૧ કરોડ નો ચેક માનનીય મુખ્યમંત્રી વિજય રૂપાણીને એનાયત કરેલ હતો